| | મુખપૃષ્ઠઆંકડાકીય માહિતી વાર્ષિક વિકાસ યોજનાઇન્ફરમેશન ટેકનોલોજી | ઇન્ફરમેશન ટેકનોલોજી | | | | પ્રસ્તાવના | | | સદીના અંતિમ વર્ષ દરમિયાન, ઇન્ફરમેશન ટેકનોલોજી (આઇ. ટી.) એ માનવ જીંદગીની ઘણી પરિસ્થિતિઓમાં ફેરફાર કર્યા છે જે કોઇ ટેકનોલોજી કરી શકી નથી. આઇ. ટી. આપણા સમાજને ખરેખર જ્ઞાન આધારીત સમાજમાં બદલવા માટે સામર્થ્ય ધરાવે છે. આઇ. ટી. આપણને આ પ્રકારના મૂલ્યાંકન દ્વારા ન્યાયી સમાજની ખાતરીની તક પણ આપે છે. અત્યારે મનુષ્ય જીવનનું કોઇ ક્ષેત્ર એવું નથી કે જેમાં એક અથવા બીજી રીતે ઇન્ફરમેશન ટેકનોલોજીની અસર થઇ ના હોય. ગુજરાત રાજયના લોકોને અભિગમલક્ષી વિકાસના પરિણામના ફળો ચાખવા મળશે. એવો આદેશ છે કે વર્ષ દરમિયાન, આઇ. ટી. પ્રણાલીનો પ્રારંભ નહીં કરતી રાજ્ય સરકાર સહકારી વ્યૂહરચનાઓની રચના કરશે કે જે રાજ્યના નાગરિકોની જીંદગીના તમામ પાસાઓને અસર કરતી હોય.
આઇ. ટી. નીતિ ૨૦૦૭-૨૦૧૧ મુજબ, ગુજરાત સરકાર અને સામાન્ય વહીવટ વિભાગની સૂચના પ્રમાણે, આઇ. ટી. માટે શ્રમ અને રોજગાર વિભાગ અને તેની ગૌણ કચેરીઓ માટે નાણાકિય વર્ષ ૨૦૦૯-૨૦૧૦ દરમિયાન, કુલ બજેટના ૩% , રૂ. ૨૫૧ લાખની ભલામણ કરવામાં આવી છે. વર્ષ દરમિયાન, વિભાગનું લક્ષ્ય “જાહેર જનતા લક્ષી અભિગમ” નો વિકાસ કરવા અને તેના પર ધ્યાન આપવા માટે આઇ. ટી. પ્રવૃતિઓના અમલ માટે આઇ. ટી. એક્શન પ્લાન રજૂ કરવાનો છે.
હાલ ચાલુ વર્ષમાં વિભાગ નીચે મુજબ પછીની આઇ. ટી. પ્રવૃતિઓના અમલ માટે કાર્ય કરે છે. | | | જી-સ્વાન જોડાણ | | વર્તમાન સંજોગો જોતાં, આઇ. ટી. પ્રવૃતિઓના અમલ માટે અને પાયાના સ્તરના લોકો માટે જી-સ્વાન જોડાણ અનિવાર્ય છે. | | | રાજ્યમાં ૧૩૯ સરકારી તાલીમ સંસ્થાઓ અને તાલીમ પાંખની ૪ અન્ય પ્રાદેશિક કચેરીઓ આવેલી છે. વિભાગ જોડાણ ખર્ચના અંદાજ અંગે તેમ જ જોડાણની પ્રક્રિયા અંગે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગને ભલામણ કરશે. કુલ અંદાજ મુજબ રૂ.૨૫૦ લાખ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા આપવામાં આવ્યા, તે તારીખ સુધીમાં ૯૦ આઇ. ટી. આઇ. નું જોડાણ જી-સ્વાન સાથે કરવામાં આવ્યું. | | હાલમાં બાકીની ૪૩ આઇ. ટી. આઇ. અને ગ્રામ્ય શ્રમ નિયામકની કચેરીની બાકીની ગૌણ કચેરીઓ માટે રૂ.૧૦૦,૦૦,૦૦૦/- ની જોગવાઇ વર્ષ ૨૦૦૯-૨૦૧૦ ના બજેટમાં કરવામાં આવશે. | | | હાર્ડવેર સંપાદન | | તારીખ સુધીમાં આઇ. ટી. પ્રોજેક્ટનો અમલ કરવા માટે તમામ ૧૮ જીલ્લાઓની ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામકની કચેરીઓમાં, શ્રમ નિયામકની તમામ ૨૯ કચેરીઓને પૂરતી સંખ્યામાં કોમ્પ્યુટર દ્વારા સાધનસામગ્રીથી સજ્જ કરવામાં આવી. હાલ, રોજગાર અને તાલીમ નિયામકની કચેરી માટે આઇ. ટી. પ્રવૃતિઓ અને સરકારી હેતુ શ્રેષ્ઠ રીતે સિધ્ધ કરવા માટે આપણે દરેક જીલ્લા સ્તરની આઇ. ટી. આઇ. (દસ કરતાં વધારે ગણતરી કામ કરનારા હોય એવી) ને ૫ કોમ્પ્યુટર આપવાનું અને દરેક તાલુકા સ્તરની આઇ. ટી. આઇ. ને ૨ કોમ્પ્યુટર આપવાનું આયોજન કર્યું છે.
હાલમાં, સચિવાલય સ્તરે અને ૪ મુખ્યાલયોમાં આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ. યોજના શરૂ કરવામાં આવી છે. વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ, જી.આર. નં.આઇ.ડબલ્યુ.. ડી.-૨૦૦૬-૨૧૦૨–ડી. એસ. ટી, તા. : ૫ મી ઓકટોબર - ૨૦૦૬. મુજબ ઇ - ગવર્નન્સના અમલને આગળ વધારવા, વિભાગ આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ યોજનાનો વ્યાપ ગાંધીનગર અને અમદાવાદ સ્થિત ૭ મુખ્યાલયોની ગૌણ કચેરીઓમાં વિસ્તૃત રીતે ફેલાવવા માટેની પહેલ કરશે. વિભાગ આ પ્રકારનો વ્યવહારુ અહેવાલ પ ન મેળવશે. આ પ્રકારની કચેરીઓમાં ટી. સી. એસ. ના વ્યવહારુ અહેવાલના સૂચનો સાથે, હાર્ડવેરની આવશ્યકતાનો અંદાજ કરવામાં આવશે. વિભાગ કોમ્પ્યુટર હાર્ડવેર અને અન્ય માહિતિ સંચાર વ્યવસ્થા તકનીકનાં સાધનો માટેની કિંમત પેટે રૂ. ૯૩,૦૦,૦૦૦/- ની જોગવાઇ કરશે. | | | | |
|
|